તમે એના વિશે કેટલું જાણો છો…ગીતમાં જેનો ઉલ્લેખ છે તે 'અધિનાયક' અને'ભારત ભાગ્યવિધાતા' એ કોણ એવો પ્રશ્ન મને છેલ્લા થોડા સમયથી અવારનવાર થતો.ઉડાઉ જવાબ એવો મળતો કે આપણી માતૃભૂમિ વિશેની આ વાત છે. પણ જે જાણવા મળ્યુંએવું કદી કલ્પી શક્યો નહોતો. આપણું રાષ્ટ્ર ગીત 'જન ગણ મન' કવિવર શ્રી રવીન્દ્રનાથટાગોરે (ઠાકુર) ઇંગ્લૅન્ડની રાણી અને રાજા જ્યોર્જ-5ની ભારતની 1919ની મુલાકાત પ્રસંગેપ્રશસ્તિના હેતુથી લખ્યું હતું.. પંડિત મોતિલાલ નેહરુએ તેમાં પાંચ કડી લેવડાવી હતી.જેરાણી તથા રાજાની પ્રશસ્તિ માત્ર હતી..(અને મારા તમારા જેવા સમજે છે કે એ આપણીમાતૃભૂમિની અર્ચના છે.)
મૂળ બંગાળી પંક્તિઓમાં ફક્ત એ ઇલાકાઓનો ઉલ્લેખ છે જે બ્રિટિશરોના તાબામાંહતા. એટલેકે પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા વિ. પણ દેશી રજવાડાઓ જેવા કે કાશ્મીર,રાજસ્થાન, આંધ્ર પ્રદેશ મૈસુર કે કેરળ કે જે ભારતના અભિન્ન ભાગ છે તેમનો ઉલ્લેખ નહતો.હિંદ મહાસાગર કે અરબી સમુદ્રને પણ એટલા માટે સામેલ નહોતા કરાયા કારણકેતે પોર્ટુગીઝોના તાબામાં હતા.જમ ગણ મન અધિનાયક એટલે રાજા જ્યોર્જ-5 એ પ્રજાજનોનો સ્વામી છે અને ભારત ભાગ્યવિધાતા એટલે આપણા ભારતનો ભાગ્ય વિધાતા!તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષમાગે, ગાયે તવ જય ગાથા… સમજો છો ને… આંખો બંધ કરીને રાજા જ્યોર્જ-નેવિશે વિચારો તો… આખી કવિતામાં ક્યાંય માતૃભૂમિનો ઉલ્લેખ કે નિર્દેશ સુધ્ધાં નથી. તમેજ્યારે જમ ગણ મન ગાઓ છો ત્યારે કોની પ્રશસ્તિ કરી રહ્યા હો છો?
માતૃભૂમિની વાત તો નથી જ લાગતી… પ્રભુની? એવું પણ સ્પષ્ટ નથી જ થતું. છેલ્લાં સાઇઠવર્ષથી જેને આપણે આપણું રાષ્ટ્ર ગીત જાણીને અને સાવ ક્ષીણ થઈ ગયેલીઆપણી દેશભક્તિને પંપાળ્યાનો સંતોષ લેવા તેને ગાઈએ છીએ કે ઊભા થઈને માન આપીએ છીએ.
Friday, June 26, 2009
આપણા રાષ્ટ્રીય ગીતવિશે થોડું મંથન…
તેના વિશે ફરી વિચારવામાં પણ આપણે ઘણું મોડું કર્યું છે.
નેહરુએ વંદે માતરમ્ ને બદલે જન ગણ મનને એટલા માટે રાષ્ટ્રગીત રૂપે પસંદ કર્યું કારણકે બૅન્ડમાં એબજાવવું સહેલું હતું. રચનાની દૃષ્ટિએ પણ વંદે માતરમ્ એક ઉત્કૃષ્ટ રચના છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment