Thursday, July 7, 2011

જાણીએ દુનિયાની 10 એવી અનોખી વિજ્ઞાનની શોધો વિશે....


ડાર્વિનના ઉત્ક્રાંતિવાદથી માંડીને આજના કમ્પ્યુટર સેવી યુગ સુધી વૈજ્ઞાનિકોએ સતત શોધ અને સંશોધન દ્વારા જગતને એક નવી દિશા આપી છે. જે કામ વર્ષો પહેલા કદાચ અમુક વર્ષોમાં પૂરા થતા તે આજે ઘડીના છઠ્ઠા ભાગમાં કે સેકન્ડમાં પૂરા થઈ જાય છે. વિજ્ઞાનની અવનવી શોધોએ માનવીની જાણે કે આખી જીવનશૈલી જ બદલી નાંખી છે. 

1.એન્ટીબાયોટિક્સઃ 3 સદી પહેલા મોટા ભાગના લોકો ઈન્ફેક્શનના કારણે મરતા હતા. 1347માં ફેલાયેલા પ્લેગે તો જાણે વિનાશનું રૂપ લઈ લીધું હતું. આ પછી ધીમે ધીમે એન્ટીબાયોટિક્સનું ચલણ વધ્યું અને લોકોનો મૃત્યુદર ઘટ્યો.

2. ઈલેક્ટ્રિસિટીઃ એક ક્ષણ માટે વિચારો કે જો ઈલેક્ટ્રિસિટી ન હોત તો? કલ્પના જ ન થઈ શકે. એડિસનને વીજળીની શોધના પિતા માનવામાં આવે છે અને પર્લ સ્ટ્રીટ સ્ટેશન પહેલુ ઈલેક્ટ્રિક પાવર સ્ટેશન હતું.

3.પ્લાસ્ટિકઃ જો કે હવે આ શોધનો વિરોધ થઈ રહ્યો છે, પણ તમે તમારા ઘરમાં જ એક નજર કરજો તો ખબર પડશે કે પ્લાસ્ટિક વગર આજે ચાલે તેમ છે? પહેલુ પ્લાસ્ટિક સિન્થેટિક પોલિમર પર આધારિત હતું, જે ફિનોલ અને ફોર્માલડિહાઇડમાંથી બનેલું હતું.

4.ટ્રાન્ઝિસ્ટર્સઃ ટ્રાન્ઝિસ્ટર્સ દ્વારા કોમ્પ્યુટર, સેલ્યુલર ફોન અને અન્ય ઘણા બધા ઈલેક્ટ્રિક ઉપકરણોના ઓપરેશન્સ પાર પાડી શકાય છે. 16 ડિસેમ્બર 1947ના રોજ વિલિયમ શોકલી, જોન બાર્ડીન અને વોલ્ટર બ્રેટેઇને બેલ લેબ્સમાં પહેલુ પ્રેક્ટિકલ પોઇન્ટ કોન્ટ્રાક્ટ ટ્રાન્ઝિસ્ટર બનાવ્યુ હતું.

5. કોમ્પ્યુટરઃ 1837માં ચાર્લ્સ બેબેજે પહેલુ પ્રોગ્રામેબલ મિકેનિકલ કોમ્પ્યુટર બનાવ્યુ હતું, જે ‘ધ એનાલિટિકલ એન્જિન’ તરીકે ઓળખાયુ હતું. જે ધીમે ધીમે નાનુ રૂપ ધારણ કરતુ ગયુ અને અત્યારે તો પોકેટ કમ્પ્યુટરના રૂપમાં પણ મળવા લાગ્યું છે.

6.સ્ટીમ એન્જિનઃ થોમસ સેવરી ઈંગ્લિશ મિલિટ્રી એન્જીનિયર હતા અને 1698માં પહેલુ ક્રૂડ સ્ટીમ એન્જિન પેટન્ટ કરાવ્યુ હતું. આ પછી 1712માં થોમસ ન્યુકોમેને એટ્મોસ્ફેરિક સ્ટીમ એન્જિનની શોધ કરી હતી.

7. પેસ્ટીસાઇડ્સઃ આ શબ્દ ખેતી જેટલી જૂની છે, તેટલો જૂનો તો નહીં કહી શકાય. 15મી સદીમાં આર્સેનિક, મર્ક્યુરી અને લીડ જેવા ટોક્સિકનો પેસ્ટિસાઇડ્સ તરીકે ઉપયોગ થતો હતો. આ પછી 1939માં પોલ મિલરે પહેલી વાર અસરકારક પેસ્ટિસાઇડ તરીકે DDTની રજૂઆત કરી. પેસ્ટિસાઇડ્સ વગર પાક સરખો રહે તેની કલ્પના પણ ન કરી શકાય.

8. ઓટોમોબાઇલઃ 1769માં ફ્રેન્સ મિકેનિક નિકોલસ જોસેફ કુગ્નોટ દ્વારા પહેલુ યાંત્રિક વાહન રજૂ કરવામાં આવ્યુ હતું. તે સ્ટીમ પાવરથી ચાલતુ મોડલ હતું. આ પછી 1885માં કાર્લ બેન્ઝે દુનિયામાં સૌ પ્રથમ વખત ઈન્ટરનલ કમ્બશન એન્જિનની મદદથી પહેલી ઓટોમોબાઇલ કાર બનાવી.

9. પ્રિન્ટિંગ પ્રેસઃ પ્રિન્ટિંગ ક્ષેત્રે ઘણા બધા રિફોર્મ પછી અત્યાધુનિક તક્નીક આવી હતી. સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ જોહાનિસ ગુટનબર્ગે યુરોપમાં સ્થાપિત કર્યુ હતું. આજે પ્રિન્ટિંગ ક્ષેત્રે અકલ્પ્ય સિદ્ધિઓ હાંસલ કરી લીધી છે.

10. મોડર્ન પ્લમ્બિંગઃ તમે ગામડામાં ખુલ્લી ગટરો જોઈ હશે. પહેલા જ્યારે શહેરોનો વિકાસ નહોતો થયો ત્યારે પ્લંબિંગનો પણ બહુ ઓછો વિકાસ થયેલો હતો. હવે પ્લંબિંગ ફેસિલિટી વગર એક સાધારણ ઘરની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, ત્યાં હાઇરાઇઝની તો વાત જ દૂર રહી. આ ક્ષેત્રે એકસામટો નહીં પણ ક્રમાનુસાર વિકાસ થયો છે.

No comments: